શું ખરેખર ₹૫૦૦ ની નોટ બંધ થવા જઈ રહી છે? જાણો RBIના હકીકતભર્યા નિવેદન પાછળની સાચી વાત
RBIએ ₹૫૦૦ ની નોટ બંધ કરી છે એવો સોશિયલ મીડિયા પર ખોટો દાવો થઈ રહ્યો છે. જાણો RBIના હકીકતભર્યા નવીનતમ નિર્દેશ વિશે સંપૂર્ણ માહિતી.
છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર એક ઉથલપાથલ મચી ગઈ છે. અનેક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે RBIએ ₹૫૦૦ ની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ અફવાઓ ખાસ કરીને વયસ્ક નાગરિકો અને નાના વેપારીઓમાં ગભરાહટ અને મૂંઝવણ ઊભી કરી રહી છે.પણ શું ખરેખર આ દાવો સાચો છે? ચાલો જાણીીએ આની હકીકત.
સોશિયલ મીડિયાની વાયરલ પોસ્ટ શું કહે છે?
પ્લેટફોર્મ “X” (હવે Twitter) સહિત વિવિધ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે RBIએ બેંકોને ATMમાંથી ₹૫૦૦ ની નોટો ઘટાડી દેવાનો નિર્દેશ આપ્યો છે. ઘણા લોકોએ તો એટલું પણ લખ્યું કે નોટ ધીમે ધીમે બજારમાંથી ઉઠાવી લેવામાં આવશે.
500 रुपये के नोटों को अलविदा
— Sandeep Gupta 🙏 (@ghoomhaikahi) April 29, 2025
सितंबर तक 75% एटीएम से 100 और 200 रुपये के नोट निकलेंगे, अगले साल मार्च तक 90% एटीएम से निकलेंगे: RBI ने बैंकों से कहा
આ દાવા ખુબ ઝડપથી શેર થયા છે અને ખાસ કરીને વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા મેસેજિંગ પ્લેટફોર્મ પર વ્યાપક રીતે જોવા મળ્યા છે.
RBIએ આપેલો વાસ્તવિક નિર્દેશ શું છે?
જાણકાર સૂત્રો અને RBIના સત્તાવાર દસ્તાવેજ અનુસાર, RBIએ બેંકોને ATMમાં ₹૧૦૦ અને ₹૨૦૦ ની નોટોની ઉપલબ્ધિ વધારવાનો નિર્દેશ કર્યો છે. આ સુચના નું મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને નાની નોટોની સરળ ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવો છે.
મહત્વપૂર્ણ રીતે, RBIએ ક્યાંય પણ ₹૫૦૦ ની નોટને બંધ કરવાની જાહેરાત કે સૂચના આપી નથી.
આમ તો પછી આ સૂચના આપવાનો હેતુ શું છે?
ઘણીવાર લોકો ATMમાંથી ₹૫૦૦ ની મોટી નોટો કાઢે છે અને તેના છૂટા કરાવવા માં મુશ્કેલી પડે છે. નાના વેપારીઓ કે રિક્ષાવાળા પાસે છૂટા પૈસા ન હોય ત્યારે સામાન્ય લોકોને અવ્યવસ્થાનો સામનો કરવો પડે છે. આ કારણે RBI ઈચ્છે છે કે ATMમાંથી નાની નોટો સરળતાથી મળી રહે, જેથી રોજિંદા લેનદેન વધુ સરળ બને.
તો શું ₹૫૦૦ ની નોટ કાયદેસર છે?
હાં, બિલકુલ. હાલમાં સુધી RBI દ્વારા ₹૫૦૦ ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એટલે કે, ₹૫૦૦ ની નોટ સંપૂર્ણ રીતે માન્ય છે અને કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય રહી છે.
અફવા ફેલાવાવાળાઓથી સાવધાન રહો
અત્યારે સમાજમાં ખોટી માહિતી ઝડપથી ફેલાય છે. આવાં સમયે આપણી ફરજ પડે છે કે કોઈ પણ દાવો મનમાં બેસાડતા પહેલાં તેની સત્યતા ચકાસી લઈએ. RBI દ્વારા વધુ નોટો છાપવાની કે પાછી ખેંચવાની કાર્યવાહી જાહેર રીતે અને સ્પષ્ટ ભાષામાં થાય છે – તેનાથી ગૂંચવાડું ન ઉભું કરવું જોઈએ.
વિશેષ સૂચન: જો તમારું કેશ ટ્રાન્ઝેક્શન મોટી નોટોથી સતત અટવાતું હોય, તો હવે તમે તમારા નજીકના ATMમાંથી ₹૧૦૦ અને ₹૨૦૦ ની નોટો સરળતાથી મેળવી શકશો.
શું તમે હજુ પણ સોશિયલ મીડિયાની ખોટી વાતોમાં આવી જાઓ છો? એવું ન કરો. જાગૃતિ ન્યૂઝ ગુજરાતી સાથે રહો – જ્યાં તમને મળે છે સાચા સમાચાર, વિશ્વસનીય માહિતી અને સ્પષ્ટતા!