ઝેલમ નદીમાં ભારત તરફથી પાણી છોડાતા પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ સહિત અનેક ગામો પાણીમાં ડૂબી ગયા, જાણો સંપૂર્ણ ઘટના વિગતે.
22 એપ્રિલે કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવાની ઘોષણા કરી હતી. જંગી મિજાજે ભારત તરફથી સંકેત આપવામાં આવ્યા કે હવે પાકિસ્તાન તરફ જતો પાણીનો પ્રવાહ રોકી દેવામાં આવશે. પરંતુ હવે સોશ્યલ મિડિયામાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે આખી વાતને નવો વળાંક આપે છે.
વિડીયોમાં દાવો કરવામાં આવે છે કે ભારતે ઝેલમ નદીમાં એકાએક પાણી છોડતાં પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે પૂર આવી ગયો છે. ખેતરો, ઘરો અને રસ્તાઓ બધું જ પાણીમાં ડૂબી ગયું છે.
લોકોની અંદર ઉઠી પ્રશ્નોની લહેર
હવે લોકોને સવાલ થાય છે કે જ્યારે પાણી રોકવાનું જણાવ્યું હતું, ત્યારે હવે પાણી છોડવામાં આવ્યું કેમ? સોશિયલ મિડિયા પર લોકો મજાકભર્યા કમેન્ટ પણ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે, “મોદીજી, આ તો આઉટ ઑફ સિલેબસ ગયું!” તો કોઈએ કહ્યું, “પાકિસ્તાની હવે પાણીના આંસુ રડશે.“
ये तो आउट आफ सिलेबस जा रहा है , हम तो सोच रहे थे कि पानी रोकना है पर दुश्मन को पानी पिला पिला कर मारने का सोचा नही था…
— Amrita Bhushan (@AmritaRathodBJP) April 26, 2025
झेलम का पानी बिना नोटिफिकेशन के छोड़ दिया है, जिससे मुजफ्फराबाद और चाकोटी डूब गए हैं। pic.twitter.com/VDnnIELAeI
વિડિયો મુજબ, લોકો પોતાના ઘરો છોડીને સલામત જગ્યાએ જઇ રહ્યા છે. ચકોડી અને મુઝફ્ફરાબાદમાં સ્થાનિક પ્રશાસને લાઉડસ્પીકર દ્વારા ચેતવણી આપી હતી કે, “તાત્કાલિક વિસ્તારમાંથી ખાલી કરો, નદીમાં પાણીનો સ્તર ખુબ વધી ગયો છે.“
સોશિયલ મિડિયામાં ઝૂમતો વીડિયો
@AmritaRathodBJP નામના એક્સ (X) હેન્ડલ પરથી શેર થયેલા આ વિડીયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. અનેક લોકોએ લાઈક અને શેયર પણ કર્યા છે. વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ઝેલમ નદીની સપાટી ગંભીર રીતે વધીને ઘરો અને શેરીઓ સુધી પહોંચી ગઈ છે.
પહલગામ હુમલાનો કડક જવાબ
યાદ રહે કે પહલગામ હુમલામાં 26થી વધુ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં મોટા ભાગના પ્રવાસીઓ હતા. હુમલા બાદ એવી માહિતી પણ સામે આવી હતી કે આતંકીઓએ પહેલા ધર્મ પુછ્યો પછી ગોળીબારી શરૂ કરી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં રોષની લહેર ઊભી કરી છે.
ભવિષ્યમાં ભારત તરફથી પાકિસ્તાન સામે વધુ કડક પગલાં લેવાશે એવી શક્યતાઓ પણ વ્યક્ત થઇ રહી છે. ઝેલમ નદીના પાણી છોડવાનું પગલું પણ કદાચ સરકારની વ્યૂહરચનાનો ભાગ હોય શકે છે, એવું કેટલીક ચર્ચાઓમાં કહેવામાં આવી રહ્યું છે.