ભર ઉનાળે મેઘરાજાનું આગમન! 4 દિવસ સુધી રાજ્યમાં માવઠાની શક્યતા

ભર ઉનાળે મેઘરાજાનું આગમન! 4 દિવસ સુધી રાજ્યમાં માવઠાની શક્યતા

ગુજરાતમાં મેના ઉનાળામાં હવે કમોસમી વરસાદી માહોલ જામવાનો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી લઈને 8 મે સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળી સાથે વરસાદ, અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શકયતા છે.

સાયક્લોનિક સિસ્ટમના કારણે આ પલટાતું હવામાન જોવા મળી રહ્યું છે. રાજસ્થાનની આસપાસ આ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પણ અસર જોવા મળી રહી છે.

ક્યાં વરસાદ પડશે? જુઓ સંપૂર્ણ યાદી:

5 મે 2025

માવઠાની શક્યતા ધરાવતા જિલ્લાઓ: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી

6 મે 2025

વધુ વિસ્તારોમાં વરસાદની શક્યતા: કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ

ચેતવણી અને સલાહ:

  • ઘરની બહાર નીકળતા પહેલા હવામાનની સ્થિતિ ચકાસી લો.
  • ખેતી કરવા માટેના નિર્ણયમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે.
  • 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

અંતિમ 2 દિવસ (7-8 મે) દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top