ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે AIને પૂછ્યું, શું યુદ્ધ થશે? જાણો એએઆઈએ શું કહ્યું અને શાંતિ માટે શું છે રસ્તો?
તાજેતરમાં કાશ્મીરના પેહલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાથી એકવાર ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઊંડો બન્યો છે. દેશભરમાં ગુસ્સો છે અને લોકો પૂછે છે – “શું હવે યુદ્ધ ટાળવું શક્ય રહેશે?”
જ્યારે સંસદમાં ચીફ મિનિસ્ટર્સ અને સલામતી એજન્સીઓ મીટીંગ કરી રહી છે, ત્યારે કેટલાક જિજ્ઞાસુઓએ આ સવાલ કોઈ સામાન્ય વ્યક્તિને નહિ, પણ AI ને કર્યો (Artificial Intelligence — એવી ટેકનોલોજી કે જે માણસોની જેમ વિચારવાનું, શીખવાનું અને નિર્ણય લેવાનું કામ કરે ) – “શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે?”
AI શું કહે છે?
AI એ આ પ્રશ્નનો જવાબ ઘણો સાવધ અને વ્યાવહારિક રીતે આપ્યો છે. તેના મતે, બંને દેશો પરમાણુ શક્તિ ધરાવે છે અને યુદ્ધ જેવી સ્થિતિના પરિણામે સમગ્ર દક્ષિણ એશિયામાં વિનાશ ફાટી નીકળે. એટલા માટે AI માને છે કે પારંપરિક યુદ્ધની સંભાવના ઘણી ઓછી છે. જો કે, સરહદ પર નાનાં મોટાં ઘર્ષણો થાય તો નવાઈ નથી.
AI મુજબ યુદ્ધની શક્યતા કેમ બને છે?
AI એ કેટલાક મુખ્ય કારણો પણ ઉલ્લેખ્યા છે કે જેના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઊભો રહે છે:
- કાશ્મીર વિવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સૌથી જૂનો અને ચર્ચાસ્પદ મુદ્દો. આ મુદ્દા પર કોઈ પણ ઘટનાથી તણાવ તરત વધી જાય છે.
- સીમા પાર આતંકવાદ: પાકિસ્તાનથી આવતાં આતંકી ભારતની ધરતી પર હુમલાઓ કરે છે, જેના પરિણામે સમાજ અને સરકાર બંનેમાં રોષની લાગણી ફાટી નીકળે છે.
- રાજકીય વિવાદ અને નિવેદનો: પાકિસ્તાનના નેતાઓ દ્વારા દેશની આંતરિક રાજનીતિ માટે આપેલા આક્રોશજનક નિવેદનો તણાવ વધારે છે.
સમાધાન શું હોઈ શકે?
AI માને છે કે જો ભારત અને પાકિસ્તાન ખરેખર શાંતિ ઈચ્છે છે, તો સંવાદનો રસ્તો સતત ખુલ્લો રાખવો પડશે. કૂટનીતિ, વેપાર, રમતગમત અને સાંસ્કૃતિક વિનિમય એ વિશ્વાસને પુનઃસ્થાપિત કરી શકે છે.
સાથે જ AI એ ખાસ ઉલ્લેખ કર્યો છે કે, સોશિયલ મીડિયાની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે. ખોટી માહિતી અને અફવાઓ નફરત અને ભય ફેલાવે છે, તેથી તેમની અટક જરૂરિયાત બની ગઈ છે. ભારત અને પાકિસ્તાન – બંને દેશોની જનતા શાંતિ અને વિકાસ ઈચ્છે છે. સરકાર, મિડીયા અને ટેક્નોલોજી એકસાથે કામ કરે તો યુદ્ધ નહીં, પરંતુ સમજદારી જીતશે.