ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનના શેર બજારમાં 9 હજારથી વધુ પોઈન્ટ્સનો ઘટાડો, રોકાણકારોમાં ભયનો માહોલ, અર્થતંત્ર સામે ગંભીર સંકટ.
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા બાદ, ભારતે તાત્કાલિક અને સખત કાર્યવાહી કરતા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. એના જવાબમાં પાકિસ્તાનની અંદર આવેલા કેટલાક આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા.
પરિણામરૂપે પાકિસ્તાનના અર્થતંત્ર પર તેની સીધી અસર પડી છે – ખાસ કરીને તેમનું શેર બજાર પુરતું ધ્વસ્ત થઈ ગયું છે.
KSE-100 ઈન્ડેક્સમાં ઐતિહાસિક ઘટાડો
આ હુમલાના બીજા જ દિવસે, એટલે કે 23 એપ્રિલથી શરૂ થયેલો ઘટાડો આજે પણ ચાલુ છે. કરાચી સ્ટોક એક્સચેન્જનો KSE-100 ઈન્ડેક્સ 9,930 પોઈન્ટ જેટલો તૂટી ગયો છે. માત્ર 24 એપ્રિલના દિવસે જ 2,485 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
શેરબજારની દશા એટલી ખરાબ થઈ ગઈ છે કે મિનિટોમાં જ માર્કેટ લાલ રંગથી ભરાઈ ગયું. રોકાણકારોમાં અસ્થિરતા અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
2.45 અબજ ડોલરનું નુકસાન, અર્થતંત્ર સંખણામાં
22 એપ્રિલ પછીથી KSE ઇન્ડેક્સમાં 4.63% જેટલો ઘટાડો નોંધાયો છે. માર્કેટ કેપિટલાઈઝેશન, જે પહેલા 52.84 અબજ ડોલર હતું, તે 29 એપ્રિલ સુધીમાં ઘટીને 50.39 અબજ ડોલર પર આવી ગયું છે.
એનો સીધો અર્થ એ થાય છે કે પાકિસ્તાનના રોકાણકારો માત્ર થોડા દિવસમાં 2.45 અબજ ડોલર કરતાં વધુનો નુકસાન ભોગવી ચૂક્યા છે.
આંતરરાષ્ટ્રીય વિશ્વાસમાં ઘટાડો
જ્યારે ભારતે આતંકવાદ સામે પોતાનો આક્રમક વલણ બતાવ્યું છે, ત્યારે બીજી બાજુ પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું છે. ભારતે સાર્ક વીઝાની છૂટ રદ કરી દીધી, સિંધુ જળ કરાર પર પુનર્વિચાર શરૂ કર્યો છે અને રાજદૂતિય સ્તરે પણ લઘુત્તમ સંપર્કો પર આવી ગયેલો છે.
આ બધા પગલાંઓના કારણે પાકિસ્તાનના અર્થતંત્ર પર વિશ્વાસ ડગમગી રહ્યો છે. વિદેશી રોકાણકારો દૂર રહેવા લાગ્યા છે અને સ્થાનિક રોકાણકાર પણ પેસા બહાર ખેંચી રહ્યાં છે.
તંગહાલ પાકિસ્તાન માટે વધતા પડકાર
પહેલેથી જ કફોડી સ્થિતિમાં રહેલ પાકિસ્તાન માટે આ ઘટનાક્રમ વધુ ચિંતાજનક બની રહ્યો છે.
- મહેંગાઈ દર 38.5% (2023 મે) સુધી પહોંચ્યો હતો
- વિદેશી નાણાંનો ભંડાર 3.7 બિલિયન ડોલરથી પણ ઓછો રહ્યો છે
આ સ્થિતિમાં શેરબજારનો આ ઘટાડો, પાકિસ્તાન માટે નવા આર્થિક સંકટનો સંકેત છે.
‘ઑપરેશન સિંદૂર’ એ ફક્ત આતંકના ઠેકાણાં સામે નહીં, પણ આતંકને પ્રોત્સાહન આપતા દેશની અર્થવ્યવસ્થાને પણ હચમચાવી દીધું છે. પાકિસ્તાનના રોકાણકારો અને સરકારી તંત્ર માટે આ એક તીખો સંદેશ છે કે આતંકવાદના ભુતથી રમત રમવી હવે નુકસાનીભરી બની રહી છે.