More than 14 people die after drinking poisonous country liquor in Punjab

અમૃતસરમાં ઝેરી દારુ પીવાથી 14નાં મોત – દારૂ માફિયાઓ વિરુદ્ધ પોલીસનો મોટો એક્શન

અમૃતસરમાં ઝેરી દારૂના લીધે 14ના મોત અને 5ની હાલત ગંભીર, મુખ્ય આરોપી સહિત વધુને ધરપકડ

આજે દેશભરમાં વધતી ઝેરી દારૂની ઘટનાઓ ફક્ત ખબરો પૂરતી રહી નથી – હવે એ સામાન્ય લોકોના જીવ લઇ રહી છે. પંજાબના અમૃતસર જિલ્લામાં એક એવા દુઃખદ લઠ્ઠાકાંડની ઘટના બની છે, જેને સાંભળીને રોમરૂંટી ઊભી થઇ જાય. સમગ્ર ઘટનાએ માત્ર પીડિત પરિવારોને જ નહિ, પણ આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. દિવસની શરુઆત એવી કરુણતાથી થવી એ ખરો સવાલ ઉભો કરે છે કે, આવા કાંડના જવાબદારો સામે ક્યારે કડક કાર્યવાહી થશે?

શું બની ઘટનાની હકીકત?

પંજાબના અમૃતસરમાં આવેલા મજીઠા વિસ્તારના મડઈ અને ભાગલી ગામમાં Country made liquor (દેશી દારૂ) પીવાથી એક પછી એક લોકોએ જીવ ગુમાવ્યો. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે દારૂ પીતા જ લોકોના તબિયત લથડી ગયા અને થોડા કલાકોમાં જ 14 લોકોનું મોત નીપજ્યું. હાલ પણ 5 લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. (સમાચાર લખાય ત્યાર સુધીમાં…)

મુખ્ય આરોપી ઝડપાયો – વધુ ધરપકડો પણ

ઘટનાની જાણ થતાં જ પંજાબ પોલીસ એલર્ટ થઈ ગઈ અને મુખ્ય આરોપી પ્રભજીત સિંહને ઝડપી લીધો. પ્રભજીત વિરુદ્ધ કલમ 105 BNS અને 61A એક્સાઇઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત વધુ ચાર લોકો – કુલબીર ઉર્ફ જગ્ગુ, સાહિબ સિંહ ઉર્ફ સરાય, ગુર્જત સિંહ અને નિંદર કૌરને પણ ધરપકડ કરવામાં આવી છે.

આખા નકલી દારૂ નેટવર્કની તપાસ

પંજાબ પોલીસના જણાવ્યા મુજબ, આખા નકલી દારૂના નેટવર્કની તપાસ શરૂ થઇ ગઈ છે. એંધાણ મળ્યા છે કે સ્થાનિક સ્તરે દારૂનો મોટો અવૈધ વેપાર ચાલી રહ્યો હતો. રાજ્ય સરકારે ખાસ તપાસ અદાલતને આદેશ આપ્યો છે કે, આ કાંડના મૂળ સુધી જઈને દારૂ માફિયાઓને કડક સજા અપાય.

More than 14 people die after drinking poisonous country liquor in Punjab

લઠ્ઠાકાંડ – માત્ર પંજાબની જ નહીં, આખા દેશની ચિંતા

આ પહેલી વાર નથી કે લઠ્ઠાકાંડથી લોકોના મોત થયા છે. અગાઉ પણ ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર અને પંજાબમાં આવી ગંભીર ઘટનાઓ બની છે. દરેક વખતે સરકાર દ્વારા તપાસ અને કડક પગલાંની વાત થાય છે, પણ દરેક વખતના અંતે નવા પરિવારો વિધવા અને અનાથ બને છે.

તમારું શું માનવું છે?

શું તમને લાગતું નથી કે આવા દારૂ કાંડ પર રોક લગાવવા માટે કાયદો જેટલો કડક બનાવવો જોઈએ, એટલો જ તેનો અમલ પણ કડક રીતે થવો જોઈએ? તમારી અભિપ્રાય નીચે કોમેન્ટમાં જણાવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top