ગુજરાતના લોકો માટે ખુશખબર છે! સાબરમતી રિવરફ્રન્ટ પર હવે વિશ્વ કક્ષાનો ગ્લાસ ડોમ ગાર્ડન બનાવવાની તૈયારી છે. હાલ આ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેની રચના થાંભલા વગરની આધુનિક એન્જિનિયરિંગથી થશે.
ક્યાં અને કેટલી કિંમતથી બનશે?
આ અનોખો બગીચો અમદાવાદના પશ્ચિમ કાંઠે, NID પાછળ 7,000 ચોરસ મીટર વિસ્તારમાં લગભગ ₹22 કરોડના ખર્ચે બનાવાશે. આ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.
શું હશે ખાસ?
- ટકાઉ ઊર્જા અને ગ્રીન એનર્જી સિસ્ટમ
- આ ગુંબજ માં લોકો દરેક ઋતુમાં તેનો આનંદ લઈ શકશે.”
- એલિવેટેડ રેમ્પ જે ગુંબજના મધ્યમાંથી પસાર થશે
- રેમ્પની આસપાસ હશે વૃક્ષો અને છોડોથી ભરેલું આભાસી જંગલ
- સમગ્ર માળખું બનશે થાંભલા વિના, એ પણ એર કન્ડિશન્ડ ગાર્ડન સાથે
ટેક્નોલોજીથી ભરપૂર
ગ્લાસ ડોમની અંદર વરસાદી પાણીના પુનઃઉપયોગથી વૃક્ષોને પાણી આપવાની વ્યવસ્થા થશે. તે સિવાય, ટકાઉ માળખું અને પ્રાકૃતિક ઠંડક માટે નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે.
સિંગાપોર જેવી અનુભૂતિ હવે અમદાવાદમાં!
જેમજ આ ડોમ ગાર્ડન તૈયાર થશે, તેમ તે અમદાવાદ અને ગુજરાતના ટૂરિઝમને નવો અવકાશ આપશે. નદી કિનારાનું આકર્ષણ વધુ વધશે અને લોકોને શાંતિભર્યું અને જુદું અનુભવ મળશે.