ગુજરાતમાં 21થી 25 મે સુધી ભારે વરસાદની આગાહી; દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા, તંત્રએ એલર્ટ જાહેર કર્યું.
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતો, મુસાફરો અને સામાન્ય લોકો બંને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. હવે હવામાન વિભાગે ફરી એકવાર 25 મે સુધી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ ઉગ્ર બની શકે છે.
21 મેથી રાજ્યમાં વરસાદી માહોલની શરૂઆત
- હવામાન વિભાગ મુજબ 21 મેના દિવસે રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી લહેર શરૂ થવાની શક્યતા છે.
- મેઇન અસરગ્રસ્ત જિલ્લાઓ: વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા
- આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, જે શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારમાં અસરકારક બની શકે છે.
22 મેના રોજ વધશે વરસાદનો જોર
22મેના રોજ વરસાદનો વિસ્તાર અને જોર બંને વધવાની સંભાવના છે. વધારાના જિલ્લાઓ જે સંભવિત વરસાદી ઝાપટાના હેઠળ આવશે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ.
વાતાવરણમાં પલટા સાથે પશ્ચિમ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ માવઠું નોંધાય તેવી શક્યતા છે. મહીસાગરના સંતરામપુર અને લુણાવાડા વિસ્તારમાં પહેલેથી કમોસમી વરસાદ જોવા મળ્યો છે.
23થી 25 મે: પ્રિ-મોન્સૂન અને વાવાઝોડાની શક્ય અસર
23 મેથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધુ મજબૂત બનવાની છે.
અરબી સમુદ્રમાં સર્જાતી હવા ઘટનાઓ (Cyclonic Circulation) અને તેના કારણે બનેલી સ્થિતિને કારણે ચોમાસા પૂર્વેના વરસાદને વેગ મળશે.
જે વિસ્તારોમાં ભારે વરસાદનો સત્તાવાર અંદાજ છે:
- દક્ષિણ ગુજરાત: વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત
- મધ્ય ગુજરાત: નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા
- સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી
ચોમાસું પણ આવી રહ્યું છે વહેલું!
હવામાન વિભાગના મુજબ નૈઋત્યનું ચોમાસું 8 જૂન સુધી ગુજરાતમાં બેસી જશે, અને તે પહેલાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.
આગામી દિવસોમાં આવનારા વરસાદને લઈને સરકાર અને સ્થાનિક તંત્ર ચેતવણી અર્થે તૈયાર છે, પરંતુ નાગરિક તરીકે આપણો પણ ફરજ બને છે કે સમયસર જાણકારી મેળવી જરૂરી પગલાં લઈએ.