હેરા ફેરી 3 માટે રાહ જોતા દર્શકો માટે ખુશખબર! સુનીલ શેટ્ટીએ કહ્યુ કે ટીઝર હવે ટૂંક સમયમાં IPL 2025 દરમિયાન રિલીઝ થશે.
ગુજરાતી દર્શકોમાં ‘હેરા ફેરી’ સિરીઝની આગવી જ પ્રસિદ્ધિ છે. બાબુરાવ, શ્યામ અને રાજૂ પર આધારિત આ કોમેડી ફ્રેન્ચાઈઝી વર્ષોથી લોકપ્રિય રહી છે. હવે હેરા ફેરી 3 ના ટીઝર અંગે મોટી અપડેટ સામે આવી છે, જે દર્શકોના ઉત્સાહને ડબલ કરી રહી છે.
IPL 2025 દરમિયાન ટીઝર રિલીઝની સંભાવના
હાલમાં પોતાની નવી ફિલ્મ ‘કેસરી વીર’ ના પ્રમોશનમાં વ્યસ્ત સુનીલ શેટ્ટીએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે:
“હેરા ફેરી ૩ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને ટીઝર પણ શુટ થઈ ગયું છે. શક્યતા છે કે ટીઝર IPL દરમિયાન રિલીઝ કરવામાં આવે. “
આ સમાચાર પછી ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઈ છે, ખાસ કરીને કારણ કે હેરા ફેરી 3માં ફરી એકવાર તે જ જૂની ટીમ જોવા મળશે – અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી.
જૂની ટીમ, નવી મજા
સુનીલ શેટ્ટીએ કહ્યું કે જયારે પણ તેઓ ત્રણેય મળીને શૂટિંગ કરતા હોય છે, ત્યારે આખા સેટ પર મસ્તીનો માહોલ છવાઈ જાય છે.
“અમે ત્રણેય જ્યારે મળીએ છીએ ત્યારે સેટ પર વૉર્નિંગ બોર્ડ લગાવવું પડે એવી મસ્તી થાય છે. ડિરેક્ટર પણ કહે છે કે મોજશોખ શોટ પછી જ કરો!“
એવું જણાય છે કે હેરા ફેરી 3 માત્ર ફિલ્મ નહીં, પણ એક રિફ્રેશિંગ અનુભવ બની રહેશે.
હેરા ફેરી 3 ડિરેક્ટ?
હેરા ફેરી 3નું નિર્દેશન પણ એ જ જૂના ડિરેક્ટર પ્રિયદર્શન કરી રહ્યા છે, જેમણે પહેલો પાર્ટ પણ બનાવ્યો હતો. તેથી ફેન્સ માટે ખાસ અપેક્ષા છે કે ફિલ્મનો હાસ્યતત્વ અને કલાસિક ફીલ ફરી જીવંત થશે.
ક્યારે રિલીઝ થશે
હાલ સુધી હેરા ફેરી 3ની રિલીઝ ડેટ જાહેર થઈ નથી. જો કે IPL દરમિયાન ટીઝર આવી જશે. તેવું સુનિશ્ચિત લાગે છે. જો તમે પણ હેરા ફેરી સિરીઝના ચાહક છો, તો આ સમાચાર ચોક્કસ તમરી ખુશી માં વધારો કરશે. IPL 2025ની મોજમાં હવે એક નવો તડકો પણ ઉમેરાશે – હેરા ફેરી 3 ના ટીઝર નો!
શું તમે હેરા ફેરી 3 માટે ઉત્સુક છો? તમારું મનપસંદ પાત્ર કયું છે – રાજુ, શ્યામ કે બાબુરાવ? નીચે કોમેન્ટમાં જરૂર જણાવો! આવા જ સમાચાર માટે “જાગૃતિ ન્યૂઝ ગુજરાતી” સાથે જોડાયેલા રહો – જ્યાં દરેક સમાચાર હોય છે સાચા અને સમયસર!