ઓપરેશન સિંદૂર બાદ ભારતમાં હાઈ એલર્ટ, શ્રીનગર એરપોર્ટ બંધ અને જામનગર-રાજકોટ સહિત અનેક શહેરોની ફ્લાઇટ્સ રદ
પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ અડધી રાત્રે કરેલા હવાઈ હુમલાના તરત પછી સમગ્ર દેશમાં સુરક્ષા દ્રષ્ટિએ એલર્ટ જાહેર કરવામાં આવ્યૂ છે. દેશના અનેક વિમાની મથકો પર સઘન ચેકિંગ શરૂ થઈ ગયું છે, તો કેટલીક જગ્યાએ સામાન્ય નાગરિકોની આવક-જાવક પર પણ તાત્કાલિક અસર થઈ છે.
એર ટ્રાવેલ પર સીધી અસર: અનેક ફ્લાઇટ્સ રદ
ભારે પગલાં રૂપે, શ્રીનગર એરપોર્ટને સામાન્ય જનતાની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ એર ઈન્ડિયાએ બપોરના 12 વાગ્યા સુધી જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ચંડીગઢ તરફ જતી બધી ફ્લાઇટ્સ રદ કરી છે.
#TravelAdvisory
— Air India (@airindia) May 6, 2025
In view of the prevailing situation, Air India has cancelled all its flights to and from the following stations – Jammu, Srinagar, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot – till 12 noon on 7 May, pending further updates from authorities.…
આ સાથે જ જામનગર, રાજકોટ, ભુજ, જોધપુર અને અમૃતસર જેવી મહત્વની ઉડાનો રદ કરાઈ છે. તે જ સમયે ઇન્ડિગો સહિતના અન્ય એરલાઇન્સની અનેક ઉડાનો પણ વિલંબિત કે રદ થયાની માહિતી મળી રહી છે.
મુસાફરો માટે ખાસ સૂચના
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને વિવિધ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. મુસાફરોને ભલામણ કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પર જવાની તૈયારી કરતાં પહેલા પોતાના ફ્લાઇટ સ્ટેટસની પુષ્ટિ જરૂરથી કરી લે.
સુરક્ષા એજન્સીઓની વધારેલી ચપળતા
માહિતી અનુસાર, દેશના વિભિન્ન રાજ્ય અને મેટ્રો શહેરોમાં પેરામિલિટરી દળો અને સ્થાનિક પોલીસને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુજરાત સહિતના સરહદી રાજ્યોમાં પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં રડાર અને વાયુસેનાના ટેકનિકલ સિસ્ટમ્સ સંપૂર્ણ સક્રિય કરવામાં આવ્યા છે.
હાલની સ્થિતિ શું દર્શાવે છે?
ભારત આતંકવાદ સામે માત્ર ઘોષણાઓ નહીં, પરંતુ અસરકારક પગલાં લેવાનું નક્કી કરેલ દેશ બની ચૂક્યો છે. ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા જ્યાં દેશની સેનાએ દાહક જવાબ આપ્યો છે, ત્યાં આજની ફ્લાઇટ્સ રદ થવી એ દેશની અંદર સુરક્ષાની પ્રથમ પ્રાથમિકતાનું દર્શન છે.