iQOO Neo 10

7000mAh બેટરી સાથે iQOO Neo 10 ભારતમાં 26 મેના રોજ થશે લૉન્ચ – જાણો ફીચર્સ અને કિંમત

iQOO Neo 10 ભારતમાં 26 મેના રોજ લૉન્ચ થશે. જાણો 7000mAh બેટરી, Snapdragon 8s Gen 4, 120W ચાર્જિંગ અને વધુ વિશે સંપૂર્ણ માહિતી.

સ્માર્ટફોન પ્રેમીઓ માટે ખુશખબર છે! iQOO કંપની પોતાના નવા પાવરફુલ સ્માર્ટફોન iQOO Neo 10ને ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. 7000mAh જેવી મજબૂત બેટરી, Snapdragon 8s Gen 4 ચિપસેટ અને શાનદાર ડિઝાઇન સાથે આવતો આ ફોન માર્કેટમાં ધૂમ મચાવશે એવી શક્યતા છે. ખાસ વાત એ છે કે કંપનીએ ઓફિશિયલ રીતે જાહેરાત કરી છે કે આ સ્માર્ટફોન 26 મે 2025ના રોજ ભારતીય બજારમાં રજૂ થશે.

ચીની માર્કેટમાં ‘Z10 Turbo Pro’ તરીકે થયો હતો લોન્ચ

આ સ્માર્ટફોન પહેલાથી જ ચીનમાં iQOO Z10 Turbo Pro તરીકે લોન્ચ થયો છે, અને હવે તેનો ભારતીય અવતાર iQOO Neo 10 તરીકે લાવવામાં આવશે. અત્યાર સુધી કંપનીએ ભારતમાં Neo 10R મોડેલ રજૂ કર્યો હતો, જે ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર ઉપલબ્ધ છે. નવા મોડેલ માટે પણ Amazon અને iQOOની વેબસાઇટ પર પ્રી-લિસ્ટિંગ શરૂ થઈ ચુકી છે.

ટોચની પરફોર્મન્સ: Snapdragon 8s Gen 4 અને 12GB RAM

iQOO Neo 10માં Qualcomm નો નવીનતમ અને પાવરફુલ Snapdragon 8s Gen 4 ચિપસેટ આપવામાં આવશે. સાથે મળશે 12GB સુધીની રેમ અને Android 15 ઓપરેટિંગ સિસ્ટમ, જે ફોનને સ્પીડ જે આ ફોન ને શ્રેષ્ઠ બનાવે છે. ફોનમાં 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ પણ ઉપલબ્ધ રહેશે, જે મોટા ડેટા માટે પર્યાપ્ત છે.

7000mAh બેટરી અને 120W ફાસ્ટ ચાર્જિંગ – દિવસભરનો સાથી

iQOO એ પુષ્ટિ કરી છે કે Neo 10 ફોનમાં 7000mAh બેટરી હશે – જે આ સેગમેન્ટમાં એક મોટા ફાયદા તરીકે જોવામાં આવે છે. એટલું જ નહીં, ફોનમાં 120W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પણ હશે, જે માત્ર થોડી જ મિનિટોમાં ફોનને ફરીથી પાવરફુલ બનાવી દેશે.

શાનદાર ડિસ્પ્લે અને કેમેરા સેટઅપ

ફોનમાં 6.78 ઈંચનો FHD+ AMOLED ડિસ્પ્લે હશે, જેમાં 144Hz રિફ્રેશ રેટ મળશે – એટલે કે ગેમિંગ કે સ્ક્રોલિંગ બંનેનો અનુભવ એકદમ સ્મૂથ. કેમેરાની વાત કરીએ તો, પાછળની તરફ 50MP મુખ્ય અને 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MP ફ્રન્ટ કેમેરા મળશે.

ડિઝાઇન અને રંગ વિકલ્પો – આધુનિક અને આકર્ષક

iQOO Neo 10માં એક આકર્ષક અને યુવાનોને પસંદ પડે એવી ડિઝાઇન છે. ફોનની બોડી નારંગી અને સફેદ રંગના કોમ્બિનેશનમાં આવશે. પાછળની બાજુ ડ્યુઅલ કેમેરા સેટઅપ અને ક્લીન ફિનિશ સાથે ફોનું દેખાવ ખૂબ જ મજબૂત છે.

કિંમત અને ઉપલબ્ધતા – 35,000 રૂપિયા સુધીની રેન્જમાં આવી શકે છે

રિપોર્ટ અનુસાર, iQOO Neo 10ને ભારતમાં લગભગ ₹35,000 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવશે. જો કે કંપનીએ છેલ્લી કિંમત જાહેર નથી કરી, પણ આ સેગમેન્ટમાં આ ફોન ગેમર્સ, સ્ટુડન્ટ્સ અને ટેક લવર્સ માટે સારો વિકલ્પ સાબિત થવાની શક્યતા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top