કપાસના વાવેતર પહેલા થાયરમ, કાર્બેન્ડાઝિમ અને ઇમિડાક્લોપ્રિડ જેવી રાસાયણિક દવાઓનું સાચું અને સલામત ઉપયોગ કેવી રીતે કરવો? સંપૂર્ણ માર્ગદર્શિકા
કપાસ ભારતનો એક મહત્વપૂર્ણ રોકડ પાક છે, અને તેની સારી ઉપજ માટે યોગ્ય અને સમયસર માવજત કરવી અનિવાર્ય છે. તેમાં ખાસ કરીને રાસાયણિક દવાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બને છે. યોગ્ય દવા અને યોગ્ય સમયે ઉપયોગ કરવાથી પાકને જીવાત અને રોગોથી બચાવીને વધુ અને ગુણવત્તાવાળી ઉપજ મેળવી શકાય છે.
વાવણી પહેલા બીજની રાસાયણિક માવજત
વાવણી પહેલાં બીજને રોગ અને જીવાતથી સુરક્ષિત કરવા માટે નીચેની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ:
થાઇરમ 75% WP: 3 ગ્રામ પ્રતિ કિલો બીજ
“થાયરામ” (Thiram) એ એક કૃષિ રાસાયણ છે જે મુખ્યત્વે ફૂગનાશક (fungicide) તરીકે વપરાય છે. તેને પાકનાબીજોમાં પટ આપીને ફુગ જન્ય રોગો પર કાબુ મેળવી શકાય છે.
ઉદ્દેશ:
કપાસના બીજને બીજજન્ય રોગોથી બચાવવા માટે.
દવાનો ઊપયોગ કરવાની રીત:
- સામાન્ય રીતે 2.5 થી 3 ગ્રામ થાયરામ પ્રતિ કિલો બીજ સાથે મિક્સ કરીને બીજ માવજત(પટ) આપવામાં આવે છે.
- (Sheed dressing drum) બીજ ને પટ આપવા માટેનું સાધન માં ઉપર જણાવ્યા પ્રમાણે દવા નું અને બીજાનું પ્રમાણ લેવું અને પટ મારવો.
- બીજોને થાયરામ પાઉડરથી સારી રીતે લપેટી લીધા પછી છાયાવાળી જગ્યા પર સૂકવી લેવાં જોઈએ.
લાભ:
- બીજ ઉગાવો (germination rate) વધે છે.
- સુકારો,root rot(મૂળનો સડો)જેવા રોગો સામે સુરક્ષા મળે છે.
- પાકની શરૂઆત સારી બને છે.અને વિકાસ સારો રહે છે.
સાવચેતી:
- થાયરામ એક રસાયણ છે, એટલે તેને વાપરતી વખતે હાથમાં હાથમોજા પહેરો અને નાક-મોઢા ઢાંકી લો.
- બીજ માવજત કર્યા પછી તરત જ વાવેતર કરો, વધારે સમય સુધી રાખશો નહીં.
- બાળકો અને પશુઓથી દૂર રાખવું.
કાર્બેન્ડાઝિમ (Carbendazim 50% WP)
કપાસના બીજને Carbendazim 50% WP થી પાટ આપવાની પદ્ધતિ
ઉદેશ્ય:
કપાસના બીજને ભીનું સડો (seed rot), damping off, wilt વગેરે ફૂગજન્ય રોગોથી બચાવવો.
માત્રા:
2 ગ્રામ Pદવા પ્રતિ 1 કિલો બીજ
પટ આપવાની પદ્ધતિ (સૂકા પટ માટે):
- જેટલા બીજને પટ આપવો હોય એટલા બીજ તોલી લો. (ઉદાહરણ તરીકે 2 કિલો).
- તેના માટે 2 × 2 = 4 ગ્રામ Carbendazim લેવું.
- દવાને એક સપાટ વાસણમાં નાખી તેમાં બીજ ઉમેરો.
- હાથથી બધું મિક્સ કરો જેથી દવા દરેક બીજ પર એકસરખી રીતે લાગે.
- 30 મિનિટ સુધી છાંયામાં સુકવીને તરત વાવેતર કરો.
ભીનો પટ આપવા માટે:
- 2 ગ્રામ Carbendazim ને થોડા પાણીમાં ઉકાળો.
- આ દ્રાવણને બીજ પર છાંટો અને સારી રીતે મિક્સ કરો.
- બીજ પર દવા સારી રીતે લાગવી જોઈએ.
- છાંયામાં થોડું સુકવીને તરત વાવેતર કરો.
ફાયદા:
- બીજ ઉગાવો માં વધારો થાય છે.
- આરંભિક અવસ્થાએ છોડ રોગમુક્ત રહે છે.
- છોડનું મૂળ મજબૂત બને છે.
- રોગોનો પ્રસાર અટકે છે.
નોંધ:
- Carbendazim સાથે Thiram જેવિ દવા પણ મિશ્ર કરી શકાય છે.
ઇમિડાક્લોપ્રિડ 600 FS
કપાસના બીજ માટે Imidacloprid 600 FS બીજ પટ આપવાની પદ્ધતિ
ઉદેશ્ય:
કપાસના બીજને ચૂસીયા પ્રકારની જીવાતો જેવી કે જસતી, થ્રીપ્સ, અને સફેદ માખીથી આરંભિક 15–20 દિવસ માટે રક્ષણ આપે છે.
પટ આપવાની પદ્ધતિ:
- 1 કિલો કપાસના બીજ એક સાફ પ્લાસ્ટિકના બાઉલમાં લો.
- 5 મિલી Imidacloprid 600 FS ને 10-15 મિલી પાણીમાં ઉકાળો.
- આ દ્રાવણને ધીમે ધીમે બીજ પર છાંટો.
- હાથથી કે લાકડાની ધક્કીથી બીજને હલાવી દો જેથી દવા સરખી રીતે મિશ્ર થઈ જાય.
- બીજને છાંયામાં સુકવવા દો (30-60 મિનિટ).
- બાદમાં તરત વાવેતર કરો.
ફાયદા:
- આરંભિક અવસ્થામાં છોડને ચૂસયા પ્રકારની જીવાતથી સુરક્ષા.
- છોડ વાનસ્પતિક વૃદ્ધિ ઝડપી કરે છે.
- દવા ના ખર્ચમાં બચત થાય છે.
સાવચેતી:
- દવા લાગેલા બીજ ખાવા કે ચારામાં ન આપો.
- દવા લાગતી વખતે હાથે દસ્તાના ઉપયોગ કરો.
- બાકી બચેલી દવા ઠંડા અને સુરક્ષિત સ્થળે રાખો.
નોંધ: આ લેખ માં જણાવેલ દવા નો ઉપયોગ કરતાં પહલે કૃષિ નિષ્ણાંત ની સલાહ અવશ્ય લેવી.