IAEA અને ભારતીય સેનાએ ખંડન કર્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન કિરાના હિલ્સમાં રેડિયેશન લીક થયું હતું. જાણો સમગ્ર સત્ય અહીં.
આ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચિંતા જગાવતી ચર્ચા ગાજી રહી છે – એવી અફવાઓ કે ભારતના “ઓપરેશન સિંદૂર” પછી પાકિસ્તાનના કિરાના હિલ્સમાં રેડિયેશન લીક થઈ રહ્યું છે. કેટલાક વિદેશી મીડિયા અને યુટ્યુબ ચેનલોએ દાવો કર્યો કે ભારતીય વાયુસેનાના હુમલામાં પાકિસ્તાનની કોઈ ગૂપ્ત ન્યુક્લિયર ફેસિલિટી નિશાન પર હતી. જોકે, હવે આ તમામ દાવાઓ પર આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સી IAEA, ભારતીય વાયુસેના અને વિદેશ મંત્રાલયે પડદો ઊંચક્યો છે.
IAEAએ શું કહ્યું?
IAEAના પ્રવક્તા ફ્રેડરિક ડાલે સ્પષ્ટતાથી કહ્યું કે, “પાકિસ્તાનની કોઈપણ પરમાણુ સંસ્થામાંથી કોઈ રેડિયેશન લીક અથવા ઉત્સર્જન ની ઘટના Agencyને જાણવા મળી નથી.”
આ નિવેદન ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના સવાલના જવાબમાં આપવામાં આવ્યું હતું – જેને આ તમામ દાવાઓને ખોટા સાબિત કરતા મુખ્ય પુરાવા તરીકે જોવામાં આવી રહ્યું છે.
ભારતીય વાયુસેના અને વિદેશ મંત્રાલયે પણ તોડી અફવા
એર ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ, એર માર્શલ એ.કે. ભારતીએ પણ કહ્યું કે, “ધન્યવાદ કે તમે અમને કિરાના હિલ્સમાં પરમાણુ હથિયારો હોવાનું જણાવ્યું – અમને જાણ નહોતી! અમારી આ વિસ્તારમાં કોઈ કાર્યવાહી ન હતી.”
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસવાલે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, “ભારતની તમામ કાર્યવાહી પરંપરાગત માધ્યમોથી થઇ હતી. ન્યુક્લિયર પ્રકારની કોઈપણ ઘટના કે ટકરાવ થયો ન હતો.”
શું અમેરિકાએ કંઈ કહ્યું?
13 મેની વૉશિંગ્ટન પત્રકાર પરિષદ દરમિયાન જ્યારે અમેરિકાના ડિપ્ટી પ્રવક્તા થોમસ પિગોટને પુછાયું કે, “શું USએ કિરાના હિલ્સની સ્થિતિનું મૂલ્યાંકન કરવા ટીમ મોકલી છે?” ત્યારે તેમણે કોઈ પણ પ્રકારની ટિપ્પણી આપવાની નકારી દીધી. એમણે માત્ર કહ્યું, “મારા પાસે આ મુદ્દા પર કહેવા માટે કઈ નથી.”
સોશિયલ મીડિયામાં ફરી રહેલી અફવાઓ શું છે?
- હુમલો કિરાના હિલ્સમાં થયો હોવાનું – જ્યાં પાકિસ્તાનના ન્યુક્લિયર ભંડાર હોવાની અફવા છે
- USનું B350 AMS વિમાન પાકિસ્તાનના હવાઈ વિસ્તારમાં જોવા મળ્યું
- મિસરમાંથી બોરોન (રેડિયેશન કંટ્રોલ માટે ઉપયોગી તત્વ) Pakistan પહોંચાડાયું
પરંતુ, IAEA સહિત ભારત અને પાકિસ્તાન સરકારના તમામ સંબંધિત વિભાગોએ આ દાવાઓનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. ત્યાં સુધી કે પાકિસ્તાન સરકારનું કહેવાતું “Radiological Safety Bulletin” પણ ફેક હોવાનું સામે આવ્યું છે.
ભારત-પાકિસ્તાન ન્યુક્લિયર કરાર શું કહે છે?
1988માં ભારત અને પાકિસ્તાન વચ્ચે “ન્યુક્લિયર સંસ્થાઓ પર હુમલો ન કરવાનો કરાર” થયો હતો – જે મુજબ બંને દેશોએ એકબીજાની પરમાણુ સંસ્થાઓને ટાર્ગેટ ન કરવાનો સંકલ્પ કર્યો છે. આજ સુધી બંને દેશોએ આ કરારનું પાલન કર્યું છે.
જ્યારે સમાજ મીડિયામાં થતી અફવાઓ ઝડપથી ફેલાય છે, ત્યારે સત્યને સમજીને શાંતિ જાળવી રાખવી ખૂબ જરૂરી છે. IAEA જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા, ભારત અને પાકિસ્તાનના અધિકારીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ રેડિયેશન લીક નથી અને ઓપરેશન સંપૂર્ણ રીતે પારંપરિક અને નિયંત્રિત હતું.