Oppo K13 5G ભારતમાં લૉન્ચ થયો છે, જેમાં 7000mAh બેટરી, Snapdragon 6 Gen 4, 80W SuperVOOC ચાર્જિંગ અને 50MP કેમેરા જેવા ફિચર્સ છે.
Oppoએ ભારતમાં તેનો નવો 5G સ્માર્ટફોન Oppo K13 5G લૉન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન K-સિરીઝ હેઠળ રજૂ કર્યો છે, જેમાં પાવરફુલ 7000mAh બેટરી અને 80W SuperVOOC ચાર્જિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. Oppo K13 5G બે સ્ટોરેજ વિકલ્પોમાં ઉપલબ્ધ છે – 8GB RAM સાથે 128GB અને 256GB સ્ટોરેજ. તેની શરૂઆત કિંમત ₹17,999 છે, જ્યારે ટોપ વેરિઅન્ટ ₹19,999માં મળે છે. પ્રથમ સેલ દરમિયાન ખરીદી પર ગ્રાહકોને ₹1,000નું બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે. ફોન 25 એપ્રિલથી ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ રહેશે.
Oppo K13 5G – ડિસ્પ્લે અને ડિઝાઇન
Oppo K13 5G સ્માર્ટફોનમાં 6.7 ઇંચનું HD+ AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz હાઇ રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. ડિસ્પ્લેની ટોચની બ્રાઇટનેસ 1200 નિટ્સ છે અને તેમાં વેટ હેન્ડ ટચ તથા ગ્લોવ મોડ જેવા ફીચર્સ પણ છે, જે ખાસ કરીને યૂઝર ફ્રેન્ડલી બનાવે છે.
Snapdragon 6 Gen 4 + VC Cooling + 7000mAh battery = all at ₹16,999/-#OPPOK13 is the upgrade you’ve been waiting for. Sale starts 25th April.#OPphone #LiveUnstoppable
— OPPO India (@OPPOIndia) April 21, 2025
Know more: https://t.co/O13McKde5V pic.twitter.com/9l71gyJcFk
પ્રોસેસર અને સ્ટોરેજ
ફોનમાં Qualcomm Snapdragon 6 Gen 4 ચિપસેટ છે જેનાથી ઝડપ અને સ્મૂધ કામગીરીનો અનુભવ મળે છે. તેમાં 8GB RAM અને 256GB સુધીની ઇન્ટર્નલ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. ઉપરાંત, વેપર કૂલિંગ ચેમ્બરની મદદથી લાંબા સમય સુધી ફોન ઠંડો રહે છે.
કેમેરા ફીચર્સ
કેમેરાની વાત કરીએ તો, તેના રિયલ પેનલ માં 50MP મુખ્ય કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર છે, જ્યારે આગળ 16MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી અને વીડિયો કોલિંગ માટે આ કેમેરા સેટઅપ સંપૂર્ણ છે.
બેટરી અને ઓપરેટિંગ સિસ્ટમ
ઓપ્પોનો આ સ્માર્ટફોન Android 15 આધારિત ColorOS 15 પર કાર્ય કરે છે. 7,000mAh બેટરી સાથે ફોન લાંબા સમય સુધી ચાલે છે અને 80W SuperVOOC ચાર્જિંગ થકી ઝડપથી ચાર્જ થાય છે.
કલર ઓપ્શન અને ઉપલબ્ધતા
ફોન બે કલર વિકલ્પોમાં મળશે – આઈસી પર્પલ અને પ્રિઝમ બ્લેક. પાવરફુલ સ્પેસિફિકેશન્સ અને બજેટ-ફ્રેન્ડલી કિંમતે Oppo K13 5G સ્પર્ધાત્મક બજારમાં એક મજબૂત પસંદગી બની શકે છે. ખાસ કરીને લાંબી બેટરી અને ઝડપી ચાર્જિંગ શોધતા યુઝર્સ માટે આ ફોન અત્યંત યોગ્ય છે.