IPL 2025માં આજે પંજાબ અને દિલ્હીની ટક્કર છે. કોણ જીતશે ધર્મશાલાના રોમાંચક મુકાબલામાં? જુઓ વિગતવાર વિશ્લેષણ અને ટીમની સ્થિતિ.
ધર્મશાલા માં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે IPL 2025ની મહત્ત્વપૂર્ણ મેચ રમાવાની છે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે અને બંને ટીમો માટે જીતવી હવે બહુ મહત્વપૂર્ણ બની ગઈ છે – ખાસ કરીને પ્લેઓફના દાવેદાર બનવા માટે. તો ચાલો, જાણીશું કોણ જીતી શકે છે આ મુકાબલો?
કોની પાસે છે જીતવાની વધુ સંભાવના?
પંજાબ કિંગ્સ હાલ ઘેરદીઠ રમશે અને તેમની ટીમ હાલમાં સારી લયમાં જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાક મેચોમાં પંજાબે શાનદાર જીત મેળવી છે જ્યારે દિલ્હી કેપિટલ્સ છેલ્લા કેટલાક મેચમાં હાર સાથે થોડી અસ્વસ્થ સ્થિતિમાં છે. જોકે બંને ટીમો પાસે તાકાતશાળી ખેલાડીઓ છે, પરંતુ ઘરઆંગણે રમતી પંજાબ કિંગ્સને-કંડિસન અને ક્રાઉડ સપોર્ટ નો ફાયદો મળી શકે છે.
ટીમોની તાકાત અને કમજોરીઓ
પંજાબ કિંગ્સ (PBKS)
- કપ્તાન: શ્રેયસ ઐયર
- કોચ: રિકી પોન્ટિંગ
- ફોર્મ: 11માંથી 7 જીત, 1 ડ્રો
- મુખ્ય ખેલાડી: અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઇનિસ
- અવલોકન: પંજાબની બોલિંગ અને ટોપ ઓર્ડર હાલ શાનદાર ફોર્મમાં છે.
દિલ્હી કેપિટલ્સ (DC)
- કપ્તાન: અક્ષર પટેલ
- ફોર્મ: 11માંથી 6 જીત, 3 હાર
- મુખ્ય ખેલાડી: ફાફ ડુ પ્લેસિસ, કુલદીપ યાદવ, મિચેલ સ્ટાર્ક
- અવલોકન: શરૂઆત શાનદાર હતી, પરંતુ છેલ્લાં 3 મેચમાં હારના કારણે લય ગુમાવેલી છે.
Head to Head – પંજાબ vs દિલ્હી
આંકડા | પંજાબ | દિલ્હી |
કુલ મેચ | 33 | 33 |
જીત | 17 | 16 |
પહેલી બેટિંગમાં જીત | 7 | 5 |
ચેઝ કરતા જીત | 10 | 11 |
સૌથી વધુ સ્કોર | 214 | 215 |
સૌથી ઓછો સ્કોર | 92 | 95 |
સફળ ટાર્ગેટ ચેઝ | 167 | 179 |
સૌથી વધુ રન (પ્લેયર) | શ્રેયસ ઐયર (356) | કે.એલ. રાહુલ (392) |
સૌથી વધુ વિકેટ | અર્શદીપ સિંહ (12) | કુલદીપ યાદવ (15) |
આજની પ્લેઇંગ 11?
પંજાબ કિંગ્સ (PBKS) – સંભાવિત પ્લેઇંગ 11
પ્રિયાન્શ આર્ય, શ્રેયસ ઐયર (કપ્તાન), નેહલ વાધેરા, શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ (IP), જોશ ઇંગલિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાનસન, અઝમતુલ્લાહ ઓમરઝઈ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
Impact Player: હરપ્રીત બરાર
દિલ્હી કેપિટલ્સ (DC) – સંભાવિત પ્લેઇંગ 11
અભિષેક પોરેલ, ફાફ ડુ પ્લેસિસ, કરણ નાયર, કે.એલ. રાહુલ, અક્ષર પટેલ (કપ્તાન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપ્રજ નિગમ, આશુતોષ શર્મા, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, દુષ્મંથ ચમીરા
Impact Player: મુકેશ કુમાર
ફાઇનલ વિશ્લેષણ
ભલે હેડ-ટુ-હેડ આંકડામાં બંને ટીમો લગભગ બરાબર છે, પરંતુ હાલની સ્થિતિ મુજબ પંજાબનું ફોર્મ મજબૂત છે અને ઘરઆંગણે રમવાનું છે. એટલે તજજ્ઞોનું માનવું છે કે પંજાબ કિંગ્સ પાસે આજે જીતવાની સંભાવના વધુ છે – ખાસ કરીને શ્રેયસ ઐયરની શાંત કેપ્ટનશિપ અને ટીમની બોલિંગ તાકાતને જોતા.