અમદાવાદમાં પાલતું શ્વાનનું રજિસ્ટ્રેશન હવે ફરજિયાત છે. 31 મે સુધી રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું તો AMC નળ-ગટરના કનેક્શન કાપી શકે છે.
અમદાવાદ: જો આપના ઘરમાં પાલતું શ્વાન છે અને તેનો હજી સુધી રજિસ્ટ્રેશન કરાવેલું નથી, તો આ સમાચાર ખાસ આપ માટે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ પાલતુ શ્વાનોના રજિસ્ટ્રેશન માટે 31 મે 2025 સુધીનો અંતિમ સમયમર્યાદા નક્કી કરી છે. જો આ તારીખ સુધી રજિસ્ટ્રેશન નહીં કરાવાય, તો માત્ર દંડ નહિ, પણ નળ અને ગટરના કનેક્શન પણ કાપી શકાશે.
કેમ બની જરૂરિયાત?
હમણાં જ હાથીજણ વિસ્તારમાં હ્રદયવિદ્રાવક ઘટના બની હતી જેમાં માત્ર ચાર માસની બાળકી પર પાલતું શ્વાન દ્વારા હુમલો થયો હતો. દુર્ભાગ્યે, સારવાર દરમ્યાન બાળકીનું મોત થયું. તપાસમાં ખુલ્યું કે શ્વાનનું કોઈ રજિસ્ટ્રેશન ન હતું. આ ઘટના બાદ શહેરમાં પાલતુ શ્વાનો અંગે નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. હવે પાલતુ શ્વાન ધરાવનારા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
AMC ના નવા નિયમો શું કહે છે?
AMC અનુસાર, દરેક પાલતું શ્વાનનો રજિસ્ટ્રેશન નંબર હોવો જરૂરી છે. પાલતુ શ્વાન સાથે કોઈપણ અકસ્માત થાય અને તેનું રજિસ્ટ્રેશન ન હોય તો કાયદાકીય કાર્યવાહી સીધા માલિક સામે થશે.
તે સિવાય હવે AMC પાસે નિયમિત માહિતી હશે કે કયા વિસ્તારમાં કેટલાં પાલતું શ્વાનો છે અને કોના માલિકતામાં છે.
કેવી રીતે કરશો ઑનલાઇન રજિસ્ટ્રેશન?
પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ઘરે બેઠાં નીચેના સ્ટેપ મી ફોલો કરીને સરળતાથી કરી શકાય છે:
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર જાઓ.
- હોમપેજ પર “Important Links” વિભાગ શોધો.
- તેમાં “Pet Dog Registration” લિંક પર ક્લિક કરો.

- હવે “Login for Pet Dog Registration” પસંદ કરો. (Instructions for Pet Dog Registration પર ક્લિક કરીને તમે રજિસ્ટ્રેશન ના તમામ સ્ટેપ અને જાણકારી જોઈ શકો છો.)
- અરજદારનું નામ, મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો.
- મોબાઈલ પર આવેલ OTP એન્ટર કરો અને લિંક ખોલો.
- માલિકના ઓળખપત્ર (જેમ કે Aadhaar Card) અને શ્વાન સંબંધિત વિગતો દાખલ કરો.
- અંતે ₹200 ફીનું ઓનલાઇન પેમેન્ટ કરો અને રજિસ્ટ્રેશન પૂરું કરો.
રજિસ્ટ્રેશન ન કરાવવાને પરિણામ શું થઈ શકે?
- દંડ: AMC દ્વારા નક્કી કરાયેલ દંડ લાગુ પડશે.
- સેવામાં કાપ: કડક પગલાં રૂપે ઘરના નળ અને ગટરના કનેક્શન કાપી શકાશે.
- કાયદાકીય કાર્યવાહી: કોઈ ઘટના બને તો શ્વાનના માલિક સામે IPC હેઠળ ગુનો દાખલ થઈ શકે છે.
- કાયદેસર પુષ્ટિ નહીં: તમારું પાલતું શ્વાન કાયદેસર રીતે તમારી માલિકીની પુષ્ટિ કરશે નહીં.
લોકોને શું સાવચેતી રાખવી જોઈએ?
- જો તમને શ્વાન રાખવાનો શોખ છે તો તેની જવાબદારી પણ લેવો પડશે.
- રજિસ્ટ્રેશન એ માત્ર કાયદેસર પ્રક્રિયા નથી, પણ સામાજિક જવાબદારી છે.
- AMC ની સૂચનાઓને અવગણશો નહીં – કારણ કે આવા નિયમોનો ઉદ્દેશ સુરક્ષા અને વ્યવસ્થાને જાળવી રાખવાનો છે.
શું ફક્ત શ્વાન માટે છે આ નિયમ?
હમણાં સુધી આ ખાસ નિયમ માત્ર પાલતું શ્વાન માટે લાગુ છે. બિલાડી કે અન્ય પાલતુ જાનવરો માટે હજુ કોઈ ફરજિયાત રજિસ્ટ્રેશનની જાહેરાત AMC દ્વારા કરવામાં આવી નથી.
દરેક નાગરિકે સમજવું પડશે કે પાલતુ પ્રાણી રાખવું શોખ નહિ પણ જવાબદારી છે. શહેરની સુરક્ષા, ખાસ કરીને બાળકો અને વયસ્કોની સુરક્ષા માટે AMC દ્વારા લેવામાં આવતું આ પગલું યોગ્ય છે.
જો આપના ઘરમાં શ્વાન છે તો 31 મે 2025 પહેલા તેની નોંધણી અવશ્ય કરાવો. વધુ માહિતી માટે AMC ની વેબસાઈટ પર મુલાકાત લો.