પહેલગામ આતંકી હુમલાની પછાત લહેર હજુ શાંત નથી થઈ અને હવે તેના પડઘા રમતજગત સુધી પહોંચી ગયા છે. FantCodeએ જાહેરાત કરી છે કે હવે તે ભારતમાં PSL 2025ની મેચોનું પ્રસારણ નહીં કરે.
આ નિર્ણય 22 એપ્રિલના પહેલગામ હુમલાના તુરંત બાદ આવ્યો છે, જેમાં પાકિસ્તાનથી પ્રેરિત આતંકીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓને ગોળી મારીને મારી નાખ્યા હતા. ત્યારબાદ ભારતે દળદાર કાર્યવાહી કરતા પાકિસ્તાન સાથેના અનેક કૌટુંબિક અને વ્યાપારિક સંબંધો તોડ્યા છે, જેમાં રમતગમત પણ હવે ઉમેરાઈ ગયું છે.
FantCode, જે PSL નું સત્તાવાર ડિજિટલ બ્રોડકાસ્ટર છે, તેણે આજે સ્પષ્ટ કર્યુ છે કે તે ભારતની અંદર PSLની કોઈપણ મેચ પ્રસારિત નહીં કરે. આથી હવે ભારતીય દર્શકો માટે PSL દર્શન બંધ થઇ જશે.
આના પરિણામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને નાણાકીય નુકસાન થાય તેવી શક્યતા છે.
PCB માટે PSL માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી, પણ આવકનો મુખ્ય સ્ત્રોત છે. આવી પરિસ્થિતિમાં Broadcasting Ban એ પાકિસ્તાન ક્રિકેટની કમર તોડી નાખી છે.
ઉલ્લેખનીય છે કે PSL 2025નું આયોજન 11 એપ્રિલથી શરૂ થયું છે અને અગાઉ તેની તમામ મેચો FantCode દ્વારા ભારતીય ઓડિયન્સ માટે ઉપલબ્ધ હતી. ભારત સરકારના આ પગલાં પછી રમત જગતમાં પણ now “Zero Tolerance”ની નીતિ લાગુ પડી રહી છે – જ્યાં આતંકવાદી દેશો માટે હવે કોઈ જગ્યા નથી.