ભારતીય રિઝર્વ બેંકે (RBI) 2 મે, 2025ના રોજ દેશની પાંચ જાણીતી બેંકો પર કુલ ₹2.52 કરોડનો નાણાકીય દંડ ફટકાર્યો છે. આ પગલાં બેંકો દ્વારા આરબીઆઈના નિયમો અને માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન થવાને આધારે લેવામાં આવ્યા છે.
આ દંડ Axis Bank, ICICI Bank, Bank of Baroda, IDBI Bank અને Bank of Maharashtra પર લગાવવામાં આવ્યો છે. જો તમારું ખાતું પણ આ બેંકોમાં હોય તો ચોક્કસ જાણો કે દંડ શા માટે લાગ્યો છે.
Axis Bank – ₹29.60 લાખ દંડ
Axis Bank પર RBIએ ₹29.60 લાખનો દંડ ફટકારો છે. આ દંડ બેંક દ્વારા તેમના આંતરિક અથવા ઓફિસ ખાતાઓના અનધિકૃત સંચાલન માટે જારી કરાયેલ નિયમોનું પાલન ન કરવા બદલ ફટકારવામાં આવ્યો છે.
ICICI Bank – ₹97.80 લાખ દંડ
ICICI બેંકને સૌથી મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ KYC (Know Your Customer), Cyber Security Framework અને ક્રેડિટ-ડેબિટ કાર્ડ ઇશ્યૂઅન્સ સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ ફટકારાયો છે.
Bank of Baroda – ₹61.40 લાખ દંડ
Bank of Baroda પર ગ્રાહક સેવા અને નાણાકીય સેવાઓ પ્રદાન કરવા સંબંધિત આરબીઆઈના કેટલાક માર્ગદર્શિકાઓનું પાલન ન થવા બદલ દંડ ફટકારાયો છે.
IDBI Bank – ₹31.80 લાખ દંડ
IDBI બેંકે કૃષિ ક્ષેત્ર માટે આપવામાં આવતી લોન પર વ્યાજ સબસિડી યોજના (કિસાન ક્રેડિટ કાર્ડ)ના અમલમાં ભુલ કરી હોવાનું સામે આવ્યું છે, જેના લીધે આ દંડ ફટકારવામાં આવ્યો છે.
Bank of Maharashtra – ₹31.80 લાખ દંડ
Bank of Maharashtra પર પણ KYC સંબંધિત નિયમોનું ઉલ્લંઘન થવાના કારણે ₹31.80 લાખનો દંડ લાદવામાં આવ્યો છે.
તમારું ખાતું પણ આ બેંકોમાં છે?
આ સમાચાર સામાન્ય નાગરિક માટે મહત્વના છે, કારણ કે જો તમારું ખાતું આ બેંકોમાં છે, તો તમારે પણ થોડી સતર્કતા રાખવી જોઈએ. જો કે આ દંડો સીધા ખાતાધારકો પર અસરકારક નથી, પણ બેંકોના કામકાજમાં પારદર્શકતા અને નિયમિતતાનું મહત્ત્વ આઘારી રીતે સ્પષ્ટ થાય છે.