જયપુરમાં મીઠાઈઓના નામમાં ‘પાક’ની જગ્યાએ ‘શ્રી’ ઉમેરાતાં દેશભક્તિનો મીઠો સંદેશો! હવે મૈસુર શ્રી અને મોતી શ્રીના નામે મીઠાઈ મળશે.
રાજસ્થાનના જયપુરમાં એક અનોખી ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હવે ત્યાંની મીઠાઈ દુકાનોમાં “મૈસુર પાક” નહીં મળે, એના બદલે તમને મળશે “મૈસુર શ્રી”, “મોતી શ્રી” અને “ગોંદ શ્રી”! એટલું જ નહીં, ‘સ્વર્ણ ભસ્મ પાક’ હવે છે ‘સ્વર્ણ શ્રી’ અને ‘ચાંદી શ્રી’ પણ મેનૂમાં આવી ગઈ છે. પણ પ્રશ્ન એ ઊઠે કે આ બદલાવ પાછળનું કારણ શું છે?
મીઠાઈમાં ઉભી થઇ દેશભક્તિની ભાવના
‘ઓપરેશન સિંદૂર’ અને તાજેતરના આતંકી હુમલાઓ બાદ, સમગ્ર દેશમાં પાકિસ્તાન સામેના રોષની લાગણી વ્યાપી રહી છે. એ જ સંદર્ભમાં, જયપુરની લોકપ્રિય મીઠાઈ દુકાનો જેમ કે ત્યોહર સ્વીટ્સ, બોમ્બે મિષ્ટાન ભંડાર, અને અગ્રવાલ કેટરર્સ એ મીઠાઈના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવીને નવી ઓળખ આપી છે – જે માત્ર શબ્દ બદલાવ નહીં પણ ભાવનાત્મક પ્રતિભાવ છે.
દુકાનોના માલિકો શું કહે છે?
ત્યોહર સ્વીટ્સના માલિકે જણાવ્યું: “આ નિર્ણય ફક્ત બિઝનેસ માટે નહીં, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ માટે છે. દેશપ્રેમ માત્ર સેના સુધી મર્યાદિત નહીં, પરંતુ ઘરમાં બનાવતી વાનગીઓમાં પણ દેખાવું જોઈએ.”
બોમ્બે મિષ્ટાનના મેનેજર વિનીત ત્રિખાએ ઉમેર્યું: “મીઠાઈના નામમાં ફેરફાર એ મીઠો પરંતુ સ્પષ્ટ સંદેશ છે કે ભારત હવે ચુપ નથી. દરેક નાગરિક પોતાની રીતે જવાબ આપશે.”
લોકો પણ ભાવુક પ્રતિસાદ આપી રહ્યા છે
નાગરિકો આ પહેલને મીઠો પ્રતિસાદ આપી રહ્યા છે. નિવૃત્ત શિક્ષિકા પુષ્પા કૌશિકે જણાવ્યું: “મૈસુર શ્રી નામ સાંભળીને ગર્વ થયો.
શું માત્ર નામ બદલવાથી કંઈ બદલાશે?
ઉદ્યોગપતિ રમેશ ભાટિયા કહે છે:
“હા! મીઠાઈના નામ બદલવી એક નાની બાબત લાગી શકે, પણ આ સાંસ્કૃતિક પ્રતિક્રિયા છે. દેશના દરેક ખૂણેથી આવી લાગણીઓ ઉમટે એ જ સાચી એકતા છે.”
શું તમને પણ લાગે છે કે એવું નામ બદલવું સાચો રાષ્ટ્રપ્રેમ છે? તમારા વિચારો નીચે શેર કરો અને આ મીઠા સંદેશને તમારા મિત્રો સાથે પણ શેર કરો!