પાકિસ્તાનની સીઝફાયર અપીલ અને પેહલગામ આતંકી હુમલાની પાછળની સાચી કહાની જાણવા માટે આ લેખ જરૂર વાંચો!
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપ પ્રવાસ દરમિયાન આપેલા ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિરને “ધાર્મિક કટ્ટરપંથી” ગણાવ્યા છે અને ટ્રમ્પના દાવાને સંપૂર્ણ રીતે ફગાવી દીધો છે કે ભારતમાં પાકિસ્તાન વચ્ચે સીઝફાયર માટે અમેરિકાની મધ્યસ્થતા થઈ હતી. તેમણે પેહલગામમાં થયેલા આતંકી હુમલાને પણ ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. આ લેખમાં આપણે જાણશું કે આખરે સીઝફાયર પાછળ સાચું શું છે અને ભારતની સ્થિતિ કેવી છે.
ટ્રમ્પના દાવા પર જયશંકરની સ્પષ્ટતા
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીના પ્રવાસે છે. તેમણે નેધરલેન્ડના એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવતા કહ્યું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર અમુક દેશોની મધ્યસ્થતા દ્વારા નહીં, પરંતુ બંને દેશોની સીધી વાતચીતથી અમલમાં આવ્યું છે.”
પહલગામ આતંકી હુમલો અને અસીમ મુનિરની ભૂમિકા
જયશંકરે કાશ્મીરના પેહલગામમાં થયેલા આતંકી હુમલા અંગે જણાવ્યું કે આ હુમલો ધાર્મિક ઉશ્કેરણા ફેલાવવાના ઇરાદાથી કરવામાં આવ્યો હતો. હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. જયશંકરે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનિરને કટ્ટર વિચારો ધરાવતો કહીને સ્પષ્ટ કર્યો કે “અસીમ મુનિર અગાઉ પણ આવા ઉન્માદી નિવેદનો આપી ચૂક્યો છે.”
આતંકીઓ જ્યાં છે, ત્યાં મારીશું
વિદેશ મંત્રીએ જણાવ્યું કે ભારતે “ઓપરેશન સિંદૂર” દ્વારા આતંકવાદ વિરુદ્ધ સ્પષ્ટ સંદેશો આપ્યો છે. તેમણે ચેતવણી આપી કે જો 22 એપ્રિલ જેવી ઘટના પુનઃઘટે, તો ભારત જવાબ આપવાનું ચૂકશે નહીં. ભારત આતંકીઓને ત્યાં જ મારશે જ્યાં તેઓ છુપાયેલા છે. આ ઓપરેશન હજી ચાલુ છે અને ભારતના રાષ્ટ્રિય હિત માટે જરૂરી છે.
પાકિસ્તાનની સીઝફાયર અપીલ: Hotline diplomacy
જયશંકરે ખુલાસો કર્યો કે સીઝફાયર માટે પાકિસ્તાને જુદા જુદા દેશોમાં દબાણ કર્યું હતું, પરંતુ ભારતે સ્પષ્ટ કહી દીધું કે આ વાતચીત સીધી પાકિસ્તાન દ્વારા હોવી જોઈએ. ત્યારબાદ પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) સાથે Hotline પર સીધી વાતચીત થઈ અને સીઝફાયર અમલમાં આવ્યું.
કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે
વિદેશ મંત્રીએ કહ્યું કે કાશ્મીરના મુદ્દે ભારત કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. ભારત પાકિસ્તાન સાથે માત્ર પાક ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) વિશે વાતચીત કરવા તૈયાર છે. અન્ય કોઈપણ મુદ્દે ચર્ચા શક્ય નથી.